Skip to main content

Posts

Showing posts from February, 2021

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 4 ની વર્તમાન રાજકીય સ્થિતિ

 જામનગર તા.16 : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીનો પ્રચાર હવે ગતિ પકડી ચુકયો છે. સત્તાના પુનરાવર્તન માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે શનિવારે જામનગરમાં ભાજપના ઉમેદવારોના ચુંટણી પ્રચારાર્થે જાહેરસભા કરી હતી. મતદાનને આડે હવે માત્ર છ દિવસ જ બાકી છે ત્યારે ગત ચુંટણી બાદ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વધેલા 67,178 નવા મતદારો કયા વોર્ડમાં કોની તરફ મતદાન કરશે તેના ઉપર પરિણામનો આધાર રહેશે. આ સંજોગોમાં આજની સ્થિતિ શું છે ? તેનો ટૂંકસાર સાંજ સમાચારના વાંચકો સમક્ષ રજૂ કરીએ છીએ. વોર્ડ.નં.1 છેલ્લે ડિસેમ્બર 2015માં યોજાયેલી ચુંટણીમાં વોર્ડ નંબર 1 માં 27,201 મતદારો હતા. આ પૈકી 18,113 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હુશેનાબેન અનવરભાઇ સંઘાર, જુબેદાબેન એલીયાસ નોતીયાર, ઉંમર ઓસમાણ ચમડીયા અને કાસમ નુરમામદ ખફી વિજેતા થયા હતા.  આ વખતે ઉંમર ચમડીયા અને હુશેના સંઘાર કોંગેસને બદલે ભાજપમાંથી ચુંટણી લડે છે. કાસમ ખફી નાદુરસ્ત તબિયતને લીધે ચુંટણી લડતા નથી. તેમના સ્થાને એડવોકેટ નુરમામદ હારૂન પલેજા ચુંટણી લડે છે. જુબેદાબેન રીપીટ થયા છે. જયારે અનામત બેઠક ઉપર સમજુબેન પાટીયા ચ